વડાપ્રધાન શ્રીનરેન્દ્રભાઇ મોદીના આહવાન મુજબ તારીખ 11 થી 14 એપ્રિલ સુધી દેશભરમાં 'ટીકા મહોત્સવ' ઉજવાય રહ્યો છે.
તાપી જિલ્લામાં ટીકા મહોત્સવને સફળ બનાવવા જિલ્લા વહીવટી તંત્ર તાપી દ્વારા વિવિધ સ્થળોએ કોરોના પ્રતિરોધક રસીકરણનો કાર્યક્રમ યોજયો હતો. જેમાં વ્યારા તાલુકાના આરાધના સોસાયટી, કિરણજ્યોત એપાર્ટમેન્ટ, ડિ.કે. પાર્ક, મીરા રેસીડેન્સી, અંબાજી કોમ્પ્લેક્ષ, મનીષ માર્કેટ, વેગી ફળિયું વ્યારા તથા ઉચ્છલ તાલુકાના ફુલગામ, સયાજી ગામ, નાનંચલ ગામ , કડોળ ગામ, સેવટી ગામ, આડ ગામ તથા અન્ય તાલુકાઓના વિવિધ સ્થળોએ રસીકરણ કેન્દ્રનું આયોજન કરવામા આવ્યું હતું.
જેમાં જાહેર જનતાનો ઉમદા પ્રતિસાદ મળ્યો હતો. આ ઉપરાંત રસીકરણ કેન્દ્ર ખાતે કોરોના મહામારીની બીજી લહેરથી બચવા માસ્ક, સોશીયલ ડિસ્ટન્સ, સેનેટાઇઝેશનની સાથે-સાથે વેક્સીનેશનનું પણ એટલું જ મહત્વનું છે એવી સમજ નાગરિકોને આપવામાં આવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500